ચિંકારા (અંગ્રેજી: Chinkara) દક્ષિણ એશિયા ના પ્રદેશોમાં જોવા મળતું એક પ્રકારનું ગજેલ કુળનું પ્રાણી છે. તે ભારત, બાંગ્લાદેશમાં આવેલ ઘાસનાં મેદાનો અને રણ-વિસ્તારમાં તેમ જ ઈરાન અને પાકિસ્તાન કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તેની ઊંચાઈ ખભા સુધી ૬૫ સે.મી. અને વજન ૨૩ કિલોગ્રામ સુધી હોય છે[૨]. ઉનાળામાં તેની ચામડીનો રંગ લાલ-ભૂરો હોય છે અને પેટ તેમ જ ઢંકાયેલ પગનો રંગ આછો ભુરો-સફેદ હોય છે. શિયાળામાં તે રંગ વધુ ઘાટા બને છે. તેના ચહેરાની ધારમાં આંખની ધારથી નસ્કોરાં સુધી, એક કાળા રંગનો પટ્ટો હોય છે, જેની કિનારી રંગની હોય છે. તેનાં શીંગડાં ૩૯ સે.મી. જેટલાં ઊંચા હોય શકે છે. પાણી વગર તે લાંબા સમય માટે રહી શકે છે.
સ્વભાવે ચિંકારા ખૂબ જ શાંત અને શરમાળ હોય છે. તેને માનવ વસતી પસંદ નથી હોતી, તેથી બને ત્યાં સુધી તે નિર્જન જગ્યાઓ ઉપર વધારે રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણી ટોળામાં પણ ઓછું જોવા મળે છે. તે કોઇક જ વાર એક સાથે વધારેમાં વધારે આઠ ચિંકારાનું ટોળું બનાવીને ફરતા જોવા મળે છે. બાકી આ પ્રાણી તેનું ભોજન શોધવા પણ એકલા જવાનું પસંદ કરે છે.
ચિંકારા (અંગ્રેજી: Chinkara) દક્ષિણ એશિયા ના પ્રદેશોમાં જોવા મળતું એક પ્રકારનું ગજેલ કુળનું પ્રાણી છે. તે ભારત, બાંગ્લાદેશમાં આવેલ ઘાસનાં મેદાનો અને રણ-વિસ્તારમાં તેમ જ ઈરાન અને પાકિસ્તાન કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તેની ઊંચાઈ ખભા સુધી ૬૫ સે.મી. અને વજન ૨૩ કિલોગ્રામ સુધી હોય છે. ઉનાળામાં તેની ચામડીનો રંગ લાલ-ભૂરો હોય છે અને પેટ તેમ જ ઢંકાયેલ પગનો રંગ આછો ભુરો-સફેદ હોય છે. શિયાળામાં તે રંગ વધુ ઘાટા બને છે. તેના ચહેરાની ધારમાં આંખની ધારથી નસ્કોરાં સુધી, એક કાળા રંગનો પટ્ટો હોય છે, જેની કિનારી રંગની હોય છે. તેનાં શીંગડાં ૩૯ સે.મી. જેટલાં ઊંચા હોય શકે છે. પાણી વગર તે લાંબા સમય માટે રહી શકે છે.