કાળા મરી અથવા મરી (પાઇપર નિગ્રામ ) એ પાઇપેરેસેઈ પ્રજાતિનો બારમાસી વેલો છે, જે તેના ફળ માટે ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે તેને સૂકવીને તેજાનો કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ફળને સૂકવવામાં આવે છે ત્યારે તે મરીના દાણા તરીકે ઓળખાય છે, જેનો વ્યાસ અંદાજે 5 millimetres (0.20 in) હોય છે, જ્યારે તે સંપૂર્ણ પરિપક્વ હોય છે ત્યારે ઘેરા રાતા અને તમામ ઠળિયાવાળા ફળોની જેમ તે એક જ બીજ ધરાવે છે. મરીના દાણાને ખાંડીને મરીનો પાવડર તૈયાર કરવામાં આવે છે. જેને સાદી ભાષામાં મરી અથવા વધુ સ્પષ્ટ ભાષામાં કાળા મરી, સફેદ મરી અથવા લીલા મરી તરીકે વર્ણવી શકાય. આ સાથે અસંગત અન્ય છોડના ફળો માટે પણ ગુલાબી મરીના દાણા ઓ, લાલ મરી (બેલ અથવા મરચાંમાં )અને લીલા મરી (બેલ અથવા મરચાંમાં) જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. સિચુઆન મરીના દાણાએ અન્ય એક મરી છે કે જે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કાળા મરીથી જુદા પડે છે. જોકે, લીલા મરીના દાણાએ કાળા મરીના દાણાનું અપરિપક્વ સ્વરૂપ છે.
કાળા મરીનો ઉદ્દભવ મૂળ ભારતમાં થયો છે, ભારત ઉપરાંત ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તેનું મોટાપાયા પર વાવેતર થાય છે.પ્રાચીન સમયથી તેના સ્વાદ માટે અને ઔષધ એમ બંને હેતુથી મરીનો ઉપયોગ થતો આવ્યો છે. યુરોપિયન રસોઈમાં ઉમેરાતા તેજાનોઓમાં મરી અને તેના જેવા અન્ય પદાર્થો સૌથી વધુ વપરાય છે. મરીની તીખાશ તેમાં રહેલા પાઇપરીન નામના રસાયણને કારણે હોય છે. ઔદ્યોગિક જગતમાં દરેક ડિનર ટેબલ પર મીઠાની સાથે તે જોવા મળે છે.
મૂળભૂત રીતે લાંબા મરી માટે વપરાતા સંસ્કૃત શબ્દ પિપ્પલિ પરથી લેટિન ભાષામાં પાઈપર તરીકે અને હવે પેપર તરીકે ઉતરી આવ્યો છે,[૨] રોમના લોકો દ્વારા પેપર (મરી) અને લોન્ગ પેપર(લાંબા મરી) એમ બંને માટે પાઈપર શબ્દ વપરાતો હતો. રોમન લોકોમાં એવી ખોટી માન્યતા હતી કે તે બંને તેજાનોના એક જ છોડમાંથી તૈયાર થાય છે. અંગ્રેજીમાં પેપર શબ્દ એ પ્રાચીન અંગ્રેજીના પિપોર માંથી ઉતરી આવ્યો છે. લેટિન શબ્દ એ જર્મન પફેફ્ફેર , ફ્રેન્ચ પોઇવરે , ડચ પેપર સહિતના અન્ય સ્વરૂપોનો પણ મુખ્ય સ્રોત છે. 16મી સદીમાં પેપર શબ્દોનો ઉપયોગ તેનાથી તદ્દન ભિન્ન એવા નવા વિશ્વનાના ચિલી પેપર માટે પણ થવા લાગ્યો. પેપર શબ્દ પ્રતિકાત્મક અર્થ તરીકે વપરાતો, છેક 1840ના દાયકા સુધી તેનો અર્થ અર્ક અથવા ઊર્જા કરવામાં આવતો, 20મી સદીમાં તેનું ટૂંકું સ્વરૂ)પેપ થયું હતું.[૩]
કાળા મરીએ મરીના છોડના લીલા હોય તેવા અપરિપક્વ ઠળિયાવાળા ફળમાંથી તૈયાર થાય છે. સાફ કરવાના હેતુથી સૂકવવા માટે તૈયાર કરવા ઠળિયાવાળા ફળને ગરમ પાણીમાં સારી રીતે ગરમ કરવામાં આવે છે. ગરમીથી મરીની સપાટીની દિવાલ તૂટી જાય છે, સૂકવણી દરમિયાન તેની અંદરનો પાચક રસ તપખીરિયા રંગનો થવા માંડે છે. ઠાળિયાવાળા ફળને ઘણા દિવસો સુધી તડકામાં કે મશીન દ્વારા સૂકવવામાં આવે છે. આ દરમિયાન દાણાની ફરતેની સપાટી સૂકાઈ જાય છે અને તેની આસપાસ કરચલીવાળું કાળા રંગનું પાતળું પડ તૈયાર થાય છે. સૂકાયા બાદના તેજાનોને કાળા મરીના દાણા કહે છે. કાળા મરીના દાણા સફેદ મરીના દાણાની સરખામણીએ વધુ તીખા હોય છે.
મરીના છોડના ફળનું ઘેરા રંગનું પડ દૂર કરેલ બીજને જ સફેદ મરી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોહવાવાની પ્રક્રિયા કે જેમાં સંપૂર્ણ પરિપક્વ મરીને આશરે અઠવાડિયા સુધી પલાળી રાખવામાં આવે છે, દરમિયાન મરીનો માવો પોચો બની અને કોહવાઈ જાય છે. ત્યારબાદ તેને ઘસીને ફળમાંથી બાકી રહેલા ઘટકો દૂર કરવામાં આવે છે અને ઉઘાડા પડેલા મરીના દાણાને સૂકવવામાં આવે છે. મરીના દાણામાંથી બહારનું પડ દૂર કરવા અન્ય વૈકલ્પિક પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે, યાત્રિંક, રાસાયણિક કે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કાળા મરીને છોલવામાં આવે છે અને નાના મરીમાંથી તેનું બાહ્ય પડ દૂર કરવામાં આવે છે.[૪] ક્યારેક હળવા રંગની ચટણી અથવા તો બટેટાનો લગદો જેવી વાનગીઓમાં સફેદ મરીનો ઉપયોગ કરવામાં આવે છે, અહીં કાળા મરી જલ્દીથી નજરે પડે છે. ઠળિયા વાળા ફાળની બાહ્ય સપાટીમાં રહેલા કેટલાક દ્રવ્યોની હાજરીને કારણે તેઓ જુદો સ્વાદ ધરાવે છે કે જે બીજમાં હોતો નથી.
લીલા મરી, કાળા મરીની જેમ જ પરિપક્વ ઠળિયાવાળા ફળમાંથી બનાવવામાં આવે છે. સૂકા મરીના દાણાને સલ્ફર ડાયોક્સાઇડ અથવા ફ્રીઝ-ડ્રાયીંગ(ઠંડક દ્વારા સૂકવવું) જેવી પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી તેનો રંગ લીલો રહે. અથાણાંમા વપરાતા લીલા સહિતના અપરિપક્વ મરીના દાણા ખારા પાણીમાં અથવા વિનેગરના પાણીમાં બોળવામાં આવે છે પ્રિઝર્વેટિવ્સ (ખોરાકને ટકાવી રાખવા માટે ઉમેરવામાં આવતા પદાર્થો) ઉમેર્યા વગરના લીલા મરી પશ્ચિમમાં ખાસ પ્રચલિત નથી, તેનો ઉપયોગ અમુક એશિયન વાનગીઓ, ખાસ કરીને થાઈ વાનગીમાં થાય છે.[૫] તેમના સ્વાદને તીવ્ર સુગંધ સાથે તીખો –તમતમતો તરીકે વર્ણવવામાં આવે છે.[૬] તેમને સૂકાવવામાં ન આવે અથવા તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં ન આવે તો તે તુરત જ બગડી જાય છે.
ખારા પાણી અને વિનેગરમાં રખાયેલા પાકા મરીના ફળને કેસરી મરી અથવા લાલ મરી કહેવામાં આવે છે. લીલા મરી તૈયાર કરવા માટે વપરાતી રંગ જાળવણી પદ્ધતિનો ઉપયોગ પરિપક્વ લાલ મરીના દાણા માટે પણ કરી શકાય છે.[૭] પાઇપર નિગ્રામ પ્રજાતિના પીળા મરીએ ખૂબ પ્રચલિત એવા સૂકવેલા "ગુલાબી મરીના દાણા"થી ભિન્ન છે. "ગુલાબી મરીના દાણા" એ પેરુના પેપરના ઝાડના સચ્યુનસ મોલે કુળમાંથી આવતા છોડના ફળ છે અને બ્રાઝિલના મરીના ઝાડ સુચિન્સ ટેરેબીન્થોફોલીસ સાથે સંબંધ ધરાવે છે. ગુલાબી મરીના દાણા અને આરોગ્ય સુરક્ષા અંગે ચર્ચા ઉઠી હતી, હવે મહદ અંશે તે કોઈ મુદ્દો રહ્યો નથી.[૮]
મરીના દાણાને મોટાભાગે તેમના ઉદ્દભવના પ્રદેશ અથવા મૂળ બંદર દર્શાવતા વર્ગસમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બે મુખ્ય પ્રકારો ભારતના મલબાર તટ પરથી ઉતરી આવ્યા છે: મલબારના મરી અને તેલ્લિચેરીના મરી. તેલ્લિચેરી એ ઉચ્ચગુણવત્તા ઘરાવતા મરી છે, કે જે તેલ્લીચેરીના પર્વતો પર ઉગાડવામાં આવે છે. મલબાર છોડના સામાન્ય ફળથી 10% મોટા હોય છે.[૯] સારાવક પેપર મલેશિયાના બોર્નિઓ ભાગમાં ઉત્પાદિત કરવામાં આવે છે.
ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર લામપંગ મરી થાય છે. સફેદ મુન્ટોક મરીએ ઈન્ડોનેશિયાના બાન્ગકા ટાપુની પેદાશ છે. કાળા અને સફેદ મરીએ વિએતનામના મરી છે કે જે બા રિઆ-વુન્ગ તાઉ, ચુ સે અને બીન્હ ફુઉચથી આવે છે.[૧૦]
મરીનો છોડ એક બારમાસીનો લાકડા જેવો વેલો છે, જે વૃક્ષ, વાંસ કે ટ્રેલિસના ટેકાથી ચાર મીટર સુધી વિકાસ કરે છે. મરીએ ફેલાતો વેલો છે, છોડના થડનો છેવટનો ભાગ જમીનને સ્પર્શે ત્યાં સુધી તે વિકસે છે. છોડના બધા પર્ણો વારાફરતી ગોઠવાયેલા હોય છે, તે પાંચ થી દસ સેન્ટિમીટર લાંબા અને ત્રણ થી છ સેન્ટિમીટર પહોળા હોય છે. છોડના પર્ણની ગાંઠ પર ચાર થી આઠ સેન્ટિમીટરની મંજરીવાળી નોખી ડાળખી ફૂટે છે, તેની પર ઝૂલી શકે તેવી રીતે મરીના પુષ્પો ઉગે છે, જે કદમાં નાના હોય છે. જ્યારે ફળ પાકે ત્યાં મંજરીવાળી ડાળખીની લંબાઈ સાત થી 15 સેન્ટિમીટર સુધી પહોંચી જાય છે.[૧૧]
કાળા મરીને બહુ સૂકી ન હોય અથવા તો પૂર આવવાની શક્યતા ન હોય, ભેજવાળી, પાણીના યોગ્ય નિકાલવાળી અને જૈવિક બાબતમાં સમૃદ્ધ હોય તેવી જમીનમાં ઉગાડવામાં આવે છે (દરિયાની સપાટીથી 3000 ફૂટ કરતા વધુ ઊંચાઈ પર વેલા સારી રીતે ઉગી શકતા નથી). 40 થી 50 સેન્ટિમીટરની કલમ દ્વારા છોડનું વાવેતર કરવામાં આવે છે. લગભગ બે મીટરના અંતરથી નજીકના ઝાડ અથવા લાકડા કે ધાતુના ચોકઠા સાથે છોડને બાંધી દેવામાં આવે છે; કોમળ છાલવાળા વૃક્ષ કરતા કઠોર છાલવાળા વૃક્ષને વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે, મરીના છોડ કઠોર છાલ પર ઝડપથી ચડે છે. બિનજરૂરી છોડને કાઢી નાખવામાં આવે છે, છાયો આપતા કે હવાની મુક્ત હેરફેરમાં અવરોધરૂપ ન હોય તેવા ઝાડને જ રહેવા દેવામાં આવે છે. મરીના મૂળને ખાતર અને મૂતરથી ઢાંકી દેવામાં આવે છે, છોડની ડાળીઓના વધારાના ભાગને વર્ષમાં બે વખત કાપી નાખવામાં આવે છે. સૂકી જમીન પર ઉગેલા યુવા છોડને પહેલા ત્રણ વર્ષ દરમિયાન સૂકી ઋતુમાં એકાંતરે પાણી આપવાની જરૂર રહે છે. છોડ પર ચોથા કે પાંચમા વર્ષથી ફળ બેસે છે અને સામાન્ય રીતે તે સાત વર્ષ સુધી ફળે છે. સામાન્ય રીતે ફળ અને ઉપજના આધાર પર કલમની જાત પસંદ કરવામાં આવે છે.
છોડના મુખ્ય ભાગ પર પર ફૂલોની મંજરીવાળી 20 થી 30 ડાળખીઓ બેસે છે. મંજરીવાળી ડાળીના નીચેના ભાગમાં એક કે બે ફળ લાલ થવા લાગે, એટલે અને પૂર્ણપણે તૈયાર થઈ જાય તે પહેલા પાક ઉતારવાની શરૂઆત કરવામાં આવે છે, પણ આવું ત્યારે જ કરાય છે જ્યારે ફળો પૂર્ણપણે વિકસી જાય અને છતાં કડક હોય; જો તેને પાકવા દેવામાં આવે તો તે તીખાશ ગુમાવી બેસે છે અને છેવટે ખરી જાય છે અને નાશ પામે છે. ફળવાળી ડાળીઓને એકઠી કરવામાં આવે છે અને સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે ફેલાવવામાં આવે છે. ત્યારબાદ મરીના દાણાને ડાળીથી અલગ કરી દેવામાં આવે છે.[૧૧]
કાળા મરી ભારતીય મૂળના છે.[૧૨][૧૩] પાઇપર પ્રજાતિમાં તેનો સૌથી નજીકનો સંબંધ પાઇપર કેનિયમ જેવી એશિયાઈ મૂળની અન્ય પ્રજાતિઓ સાથે છે.[૧૩]
પ્રાગૈતિહાસિક યુગના સમયથી ભારતમાં તેજાનો તરીકે મરીનો ઉપયોગ થાય છે. મરી મૂળ ભારતના છે અને 2000 બીસી (BC) વર્ષથી ભારતની રસોઈકળામાં મરીના ઉપયોગની માહિતી મળે છે.[૧૪] જે. ઈન્સ મિલર નોંધે છે કે, દક્ષિણ થાઈલેન્ડ અને મલેશિયામાં મરીનું વાવેતર થતું હતું, ત્યારે તેનો સૌથી અગત્યનો સ્ત્રોત ભારત હતું, ખાસ કરીને મલબાર તટ, જે હાલ કેરળ રાજ્યમાં છે.[૧૫] મરીના દાણા કિંમતી વ્યાપારી માલ હતા, તેને "કાળા સોના" તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને તેનો ઉપયોગ વસ્તુ દ્રવ્ય તરીકે પણ થતો હતો. આજે પણ "મરીના દાણાના ભાડા" જેવી પરિભાષા અસ્તિત્વમાં છે.
કાળા મરીના પ્રાચીન ઇતિહાસમાં તેને વારંવાર લાંબા મરી સાથે સાંકળવામાં આવે છે (અને ભેળસેળ પણ કરી નાખવામાં આવે છે), જે પાઈપર લોંગ્મ સાથે નજીકથી સંકળાયેલો સૂકો મેવો છે. રોમના લોકો આ બંને પ્રકારથી વાકેફ હતા અનેક વાર તેઓ (કાળા મરી અને લાંબા મરીનો) ઉલ્લેખ માત્ર "પાઇપર" તરીકે કરતા હતા. વાસ્તવમાં નવા વિશ્વ અને ચિલી પેપરની શોધ પછી લાંબા મરીની લોકપ્રિયતા પૂર્ણપણે ઘટી ગઈ. કેટલાક ચિલી પેપરને સૂકવવામાં આવે એટલે તે આકાર અને સ્વાદમાં લાંબા મરી જેવા જ હોય છે, યુરોપને અનૂકુળ હોય તેવા વિવિધ વિવિધ સ્થળો પર તેનું સહેલાઈથી વાવેતર શક્ય હતું.
મધ્યયુગ પૂરો થયો ત્યાં સુધીમાં, લગભગ તમામ પ્રકારના કાળા મરી યુરોપ, મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં મળવા લાગ્યા હતા, તે અહીં ભારતના મલબાર પ્રાન્તથી પહોંચ્યા હતા. 16મી સદી સુધીમાં પોર્ટુગલની અસરના કારણે, જાવા, સુંદા, સુમાત્રા, મડાગાસ્કર, મલેશિયા અને દક્ષિણપૂર્વીય એશિયામાં મરીનું વાવેતર થવા લાગ્યું હતું. પરંતુ, આ વિસ્તારો મોટાભાગે ચીન સાથે વેપાર કરતા હતા અને મરીનો સ્થાનિક ઉપયોગ થતો હતો.[૧૬] હિંદ મહાસાગરના છેક પૂર્વીય ભાગના બીજા તેજાનોના મોટાભાગના વેપાર માટે પણ મલબાર વિસ્તારના બંદર પ્રવાસ દરમિયાન રોકાવાના સ્થળની પણ ગરજ સારતા હતા.
ભારત અને છેક પૂર્વીય પ્રદેશોના વિવિધ તેજાનો અને કાળા મરીએ વિશ્વના ઇતિહાસની દિશા બદલી નાખી. કેટલાક ભાગોમાં આ તેજાનોની મહામૂલ્યતાના કારણે જ શોધના એ યુગમાં પોર્ટુગિઝોએ ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા. આગળ જતા તે રાષ્ટ્ર(ભારતમાં) પોર્ટુગિઝ સંસ્થાન બન્યું, ઉપરાંત યુરોપએ પણ તેને શોધી કાઢ્યું અને અમેરિકનો પર સંસ્થાકીય આધિપત્ય સ્થપાયું.[૧૭]
રમેસિસ IIના નસકોરામાં કાળા મરીના દાણા ભરવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. 1213 બીસી (BC)માં તેના મૃત્યુના થોડા સમયમાં તેના મૃતદેહને મમી બનાવીને સાચવી રાખવાના હેતુથી મરી ત્યાં ભરવામાં આવ્યા હતા. [૧૮]. આ સિવાય પ્રાચીન ઈજિપ્તમાં મરીના અન્ય ઉપયોગો અને તે ભારતથી નાઈલ કેવી રીતે પહોંચ્યા તે અંગે બહુ થોડું જાણી શકાયું છે.
4 બીસી (BC)થી અગાઉ પણ ગ્રીસમાં મરી (બંને લાંબા અને કાળા)ની જાણ હતી. જોકે, કદાચ તે વિલક્ષણ અને મોંઘી વસ્તુ હતી જે માત્ર અતિ ધનિક લોકોને જ પરવડી શકે તેમ હતી. એ સમયે જમીન માર્ગે અથવા તો અરબી સમુદ્રના દરિયાકિનારાના વેપારી માર્ગે આ વેપાર થતો હતો. ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ઉગાડવામાં આવતા લાંબા મરી છેક દક્ષિણ (ભારત)ના કાળા મરી કરતા વધારે સુલભ હતા; આ વ્યાપારી અનૂકુળતા ઉપરાંત લાંબા મરી વધુ તીખા હતા, કદાચ એટલે જ એ સમયે કાળા મરીની લોકપ્રિયતા ઘટી.
રોમન સામ્રાજ્યના શરૂઆતના સમય સુધીમાં, ખાસ કરીને 30 બીસી (BC) રોમે ઈજિપ્ત જીતી લીધું, જેના કારણે અરબી સમુદ્ર પાર કરીને દક્ષિણ ભારતના મલબાર કિનારે પહોંચવાનો દરિયાઈમાર્ગ ખુલી ગયો. ધ પેરીપલ્સ ઓફ ધ એરિથ્રિયન સી માં હિંદ મહાસાગરની પેલે પાર થતા વેપારની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. રોમના ભૂગોળવેત્તા સ્ટ્રાબોના મતે, સામ્રાજ્યના શરૂઆતના સમયમાં દર વર્ષે લગભગ 120 જહાજોનો કાફલો ભારતના પ્રવાસે જતો અને આવતો હતો. અરબી સમુદ્ર પાર કરવા માટે (નૌકા) કાફલાનો સમય એવી રીતે ગોઠવવામાં આવતો કે ચોમાસાના પવનનો લાભ લઈ શકાય. જેની આગાહી શક્ય હતી. ભારતથી પરત ફરતી વખતે રાતા સમુદ્રના રસ્તે જહાજો પરત ફરતા હતા, જ્યાંથી આ માલને જમીનના માર્ગે અથવા નાઈલ નદીની નાઈલ નહેરના રસ્તે માલવાહક નૌકાઓ પર એલેક્ઝાન્ડ્રિયા લઈ જવામાં આવતો હતો અને ત્યાંથી તેને ઈટાલી અને રોમ મોકલવામાં આવતો હતો. કાચી ભૌગોલિક રૂપરેખા પર આ વ્યાપાર રસ્તા એ આગામી પંદરસો વર્ષ સુધી યુરોપમાં મરીના વેપાર પર આધિપત્ય ભોગવ્યું.
હવે, જહાજો સીધા જ મલબાર બંદર પર પહોંચતા હોવાથી, લાંબા મરી કરતા કાળા મરી ટૂંકા વેપારી રસ્તે પહોંચતા હતા, જેની સીધી અસર કિંમતો પર જોવા મળી. ઈસુ પછી 77માં (77 AD) તત્કાલિન રોમમાં પ્રવર્તમાન ભાવોની માહિતી આપણને પ્લાઈની ધ એલ્ડરની નેચરલ હિસ્ટ્રી માંથી આપણને મળે છે: "લાંબા મરી...એક રતલના પંદર દિનારી છે, જ્યારે સફેદ મરી સાત (દિનારી), અને કાળા, ચાર (દિનારી)ના છે." પ્લીનિ ફરીયાદ કરે છે કે, "એવું એક પણ વર્ષ નથી કે જ્યારે ભારત રોમન સામ્રાજ્યમના પચાસ મિલિયન સેસ્ટર્સ ખેંચી ન ગયું હોય," અને મરીના સદ્દગુણોનું વિશ્લેષણ કરતા નોંધે છે:
એ ખૂબ જ આશ્ચર્યજનક છે કે, મરીના ઉપયોગની ફેશન ખૂબ પ્રચલિત થઈ છે, આપણે ઉપયોગમાં લેતા હોય તેવા અન્ય પદાર્થોને જોતા, ક્યારેક તેની મીઠાશ, અને ક્યારેક તેના દેખાવે આપણું ધ્યાન ખેંચ્યું છે; જ્યારે, મરીમાં એવું કાંઈ નથી કે ફળ અથવા બેરીની સરખમણીએ તેની ભલામણ કરી શકાય, તેના એકમાત્ર ઈચ્છિત ગુણધર્મ તરીકે તીખાશ હોવી જોઈએ; અને આ કારણ સર જ હજુ સુધી છેક ભારતથી તેની આયાત કરવામાં આવે છે! ખાવાના એક પદાર્થ તરીકે તેનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતું? અને હું વિચારું છું કે, એવું કોણ હતું કે, જે માત્ર ભૂખની ક્ષુધાને તૃપ્ત કરવા માટે ખુદ ભૂખ્યો રહેવા તૈયાર ન હતો? (એન.એચ (N.H. ) 12.14)[૧૯]
રોમન સામ્રાજ્યમાં મોંઘા હોવા છતાં કાળા મરી તેજાનો તરીકે જાણીતા અને તેનો ખાસ્સો ઉપયોગ થતો હતો. એપિસિયસ' દ રે કોક્યુરિના એ 3 સદીનું પાકશાસ્ત્રનું પુસ્તક છે. આ પુસ્તક અથવા તેનો અમુક ભાગ 1 સદીના પાક શાસ્ત્રના પુસ્તક પર આધારિત હતો, આ પુસ્તકની મોટાભાગની વાનગીઓ બનાવવાની રીતમાં મરીનો સમાવેશ થાય છે. એડવર્ડ ગિબ્બને, ધ હિસ્ટ્રી ઓફ ધ ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર માં નોંધ્યું છે કે, "રોમના મોટાભાગના મોંઘા વ્યંજન બનાવવામાં મરીએ પસંદગીનો પદાર્થ હતો."
મરી એટલી હદે કિંમતી હતા કે વારંવાર તેનો ઉપયોગ ગૌણ અથવા ચલણ સુદ્ધા તરીકે થતો હતો. ડચ ભાષામાં, જે મોંઘુ હોય તેને વ્યક્ત કરવા માટે "પેપર એક્સપેન્સિવ " ("મરી જેટલું મોંઘુ") (પેપરદુર)નો ઉપયોગ થાય છે. જેઓ રોમનું પતન જોનાર હતા તેમની ઉપર મરીના સ્વાદ (અથવા તેની નાણાકીય મૂલવણી) નાખવામાં આવી હતી. એવું કહેવાય છે કે, 5મી સદીમાં વિશિગોથ જાતિના એલરિક અને હૂણ જાતિના અટીલાએ જ્યારે શહેરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે બંનેએ રોમ પાસેથી ખંડણી પેઠે સો રતલ મરીની માંગ કરી હતી. રોમના પતન પછી અન્યોએ તેજાનોના વ્યાપાર માર્ગની વચ્ચેની મજલો પર કબ્જો કરી લીધો, પહેલા ઈરાનના લોકો અને પછી અરબો; ઈન્સ મિલર પૂર્વ ભારતનો પ્રવાસ ખેડનાર કોસમાસ ઈન્ડિકોપ્લેસ્ટ્સના વૃત્તાંતને પુરાવા તરીકે ટાંકતા નોંધે છે કે, "છઠ્ઠી સદીમાં પણ ભારતમાંથી મરીની નિકાસ થતી હતી."[૨૦] અંધકાર યુગ પૂરો થયો, ત્યાર સુધીમાં તેજાનોના વેપારના કેન્દ્રીય ભાગો મજબૂત રીતે ઈસ્લામિક નિયંત્રણમાં હતા. એક સમયે ભૂમધ્ય સમુદ્ર પ્રદેશના વેપાર પર ઈટાલીની તાકતો ખાસ કરીને વેનિસ અને જીનોવાનો ઈજારો હતો. આ શહેરો-રાષ્ટ્રોના વિકાસના મોટાભાગના નાણા તેજાનોના વેપારમાંથી આવ્યા હતા. 7મી સદીમાં શેરબોર્નના બિશપ સંત અલ્દેહલમએ લખેલું એક ઉખાણું, એ સમયના ઈંગ્લેન્ડમાં કાળા મરીની ભૂમિકા ઉપર પ્રકાશ પાડે છે:
બહારથી હું કાળો છું, કરચલીવાળા આવરણથી ઢંકાયેલો છું, આમ છતાં મારી અંદર ગરમી લગાડે તેવો માવો ધરાવું છું. હું સ્વાદિષ્ટ વાનગીઓમાં, રાજાઓની મિજબાનીઓમાં, અને મેજ પર મોંઘા ખાદ્યપદાર્થ તરીકે, રસોડાની ચટણી અને નરમ માસ બંનેમાં. પરંતુ, જ્યાર સુધી તમારા પાત્રો મારા મવાને ચળકાટ પડશે નહીં, ત્યાર સુધી તમને મારામાં કોઈ ગુણ નહીં જોવા મળે.[૨૧] કવિતા>
સામાન્યતરીતે એવું માનવામાં આવે છે કે, મધ્યયુગમાં થોડા સડી ગયેલા માંસના સ્વાદને છુપાવવા માટે મરીનો ઉપયોગ થતો હતો. જોકે આ દાવાના સમર્થનમાં હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી અને ઇતિહાસકારો તેને ખૂબજ અપ્રિયતાથી જુએ છે: મધ્યયુગમાં મરીએ મોંઘો પદાર્થ હતો. માત્ર ધનિકોને જ તે પરવડી શકે તેમ હતું, જેમને બગડેલું ન હોય તેવું માંસ સુલભ હતું.[૨૨] વધુમાં એ સમયના લોકો જાણતા હતા કે, બગડેલો ખોરાક ખાવાથી તેઓ માંદા પડશે. આવી જ રીતે સાચવી રાખનાર પદાર્થ તરીકે મરીનો ઉપયોગ શંકાસ્પદ છે: મરીમાં રહેલું પિપરિન નામનું તત્વ, જે તેને તીખાશ આપે છે. એ સાચું છે કે પિપરિન રોગ ફેલાવતા બેક્ટેરિયા વિરોધી કેટલાક ગુણધર્મો ધરાવે છે. પરંતુ જ્યારે મુખ્ય મસલા તરીકે મરી સામેલ હોય ત્યારે તેની અસર ખૂબ ઓછી હોય છે.[૨૩] ખાદ્યપદાર્થોને સાચવી રાખવા માટે મીઠું વધુ અસરકારક છે. ખાસ કરીને શિયાળામાં મીઠું પાઈ ટકાવેલું માંસ એ સમયે મોટાપાયા પર ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. આમ છતાં સંભવતઃ મરી અને બીજા તેજાનો લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવેલા માંસના સ્વાદને વધારવામાં મદદ કરતા હતા.
પોર્ટુગિઝો ભારત તરફના દરિયાઈ માર્ગ પર આગળ વધવા માટેના મુખ્ય કારણમાં મધ્યયુગ દરમિયાન તેના (મરીના) અતિ મોંઘા ભાવો – અને ઈટાલી દ્વારા વેપાર પર ઈજારો પ્રમુખ છે. 1498માં વાસ્કો દ ગામા આફ્રિકાની ફરતે દરિયાઈ ખેડાણ કરીને ભારત પહોંચનારો પ્રથમ વ્યક્તિ બન્યો; કાલિકટમાં આરબોએ પુછ્યું કે, (જેઓ સ્પેનિશ અને ઈટાલિયન ભાષા બોલતા હતા.) તેઓ શા માટે આવ્યા હતા, ત્યારે તેના (વાસ્કો દ ગામાના) પ્રતિનિધિએ જવાબ આપ્યો હતો કે, તેઓ "ખ્રિસ્તીઓ અને તેજાનોની શોધમાં હતા." જોકે આફ્રિકાના દક્ષિણના છેડાથી ભારત આવવાના પ્રથમ પ્રયાસને આંશિક સફળતા જ સાંપડી હતી, આમ છતાં, ટૂંક સમયમાં પોર્ટુગિઝો બહુ મોટી સંખ્યામાં પાછા ફર્યા અને આગળ જતા અરબી સમુદ્રના રસ્તે થતા વેપાર ઉપર વધુ આધિપત્ય મેળવ્યું. 1494માં તોરોદેસિલ્સા સંધિ દ્વારા તેને વધારાની કાયદેસરતા પ્રાપ્ત થઈ, જે અંતર્ગત જ્યાં કાળા મરી ઉત્પન્ન થતા હતા તેવા વિશ્વના અડધા ભાગ પર પોર્ટુગલને વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થયા.
તેજાનોના વેપાર પર લાંબા સમય સુધી પકડ જાળવી રાખવામાં પોર્ટુગિઝો નિષ્ફળ રહ્યા. પોર્ટુગિઝોની જટિલ નાકાબંધી છતાં પૂરાણાં આરબ અને વેનિટિના વ્યાપારી રસ્તે (નેટવર્કથી) મોટા જથ્થામાં તેજાનોની સફળતાપૂર્વક "દાણચોરી" થઇ અને ફરી એક વખત એલેક્ઝેન્ડરિયા અને ઈટાલી, ઉપરાંતની ફરતેના માર્ગે મરી મળવા લાગ્યા. 17મી સદીમાં પોર્ટુગિઝો હિંદ મહાસાગરના રસ્તે થતો મોટાભાગનો કિંમતી વેપાર ગુમાવી બેઠા. પોર્ટુગલ પર સ્પેનના શાસન (1580–1640)નો લાભ લઈને ડચ અને અંગ્રેજોએ આ વિસ્તારના મોટાભાગના પોર્ટુગિઝ સ્થાનો પર બળપૂર્વક કબ્જો મેળવી લીધો. 1661-1663ના ગાળા દરમિયાન ડચ લોકો સાથે મલબારના મરી બંદરો વધારે અને વધારે વેપાર કરવા લાગ્યા.
યુરોપમાં મરીનો પુરવઠો વધ્યો, મરીના ભાવો ઘટ્યા (જોકે, આયાત વેપારનો કુલ ખર્ચ ઘટ્યો ન હતો.) મધ્યયુગના શરૂઆતના સમયમાં ધનિકોની વિશિષ્ટ વસ્તુ હતી તે મરી સરેરાશ વર્ગનો રોજીંદો તેજાનો બનવા લાગ્યો. વર્તમાન સમયમાં, વિશ્વના તેજાનોના કુલ વેપારમાં મરીનો હિસ્સો એક પંચમાંશ જેટલો છે.[૨૪]
જો શોધક તાંગ મેંગ (唐蒙) ના સંદર્ભના કાવ્યાત્મક અહેવાલો સાચા હોય તો શક્ય છે કે ઈસુ પૂર્વેની 2 સદીથી ચીનમાં કાળા મરી પ્રચલિત હતા. સમ્રાટ વુએ તેને હાલના દક્ષિણ-પશ્ચિમી ચીનમાં મોકલ્યો હતો. કહેવાય છે કે અહીં તે જુજીઆંગ કે સોસ બીટલ (તીખી- સોપારી) નામના પદાર્થના સંપર્કમાં આવ્યો. તેને એવું કહેવામાં આવ્યું હતું કે, આ ચીજો શૂના બજારોમાંથી આવી હતી, જે વર્તમાન સમયમાં સિચ્યુઆન પ્રાન્ત તરીકે ઓળખાય છે. ઇતિહાસકારોના પરંપરાગત અભિપ્રાય પ્રમાણે, સોસ બીટલ (તીખી- સોપારી) એ સોપારીના પાંદડામાંથી બનાવવામાં આવેલી ચટણી છે. પરંતુ એવી દલીલો આપવામાં આવે છે કે, વાસ્તવમાં તેનો સંદર્ભ મરી સાથે છે, જે લાંબા અથવા કાળા હતા.[૨૫]
ઈસુની 3 સદીમાં ચીની લખાણમાં કાળા મરીનો પ્રથમ ચોક્કસ સંદર્ભ હુજીયાઓ કે વિદેશી મરી તરીકે જોવા મળે છે. જોકે એ સમયે કાળા મરી ખાસ પ્રચલિત હોય તેવું નથી જણાતું, 4 સદીની એક રચનામાં લાંબા મરી સહિત ચીનની દક્ષિણ સરહદ પારના તેજાનોના પ્રકારો અંગે વર્ણન જોવા મળે છે.[૨૬] આમ છતાં, 12મી સદી સુધીમાં, ધનિક અને શક્તિશાળી લોકોના ભોજનમાં કાળા મરી પ્રચલિત ઘટક બન્યા હતા. ઘણી વખત ચીની મૂળના સિચ્યુઆન મરીની જગ્યાએ તેનો ઉપયોગ થતો હતો. (જીભને ભાવશૂન્ય બનાવી દે તેવો અસંગત છોડનો સૂક્કો મેવો).
13મી સદીના ચીનમાં મરીની લોકપ્રિયતાનો પૂરાવો માર્કો પોલો આપે છે. કિન્શેય (હાંગઝૂઓ )શહેરમાં મરીના ઉપયોગ અંગે તેને (માર્કોપોલોને) કહેવામાં આવ્યું હતું કે:"..... અહીં મહાન (સમ્રાટ) કાનના એક જકાત અધિકારી પાસેથી મેસ્સર માર્કોએ સાંભળ્યુ કે, કિન્શેય શહેરમાં મરીનો રોજીંદો વપરાશ 43 લોડ જેટલો છે, એક લોડ એટલે 223 રતલ."[૨૭] ચીનને લગતી બાબતોમાં માર્કો પોલોને ખાસ પ્રમાણભૂત સ્ત્રોત ગણવામાં નથી આવતો અને આ દ્વિતિય કક્ષાની માહિતી વધુ શંકાસ્પદ પણ હોય શકે છે, પરંતુ જો આ અંદાજ પ્રમાણે એક શહેરમાં રોજીદી અંદાજે 10,000 રતલ મરીની ખપતએ સત્યની નજીક પણ હોય તો ચીનની મરીની આયાત યુરોપ કરતા ઘણી વધારે રહી હશે.
પૂર્વના અનેક તેજાનોની જેમ ઐતિહાસિક રીતે મરીનો ઉપયોગ તેજાનો તરીકે અને ઔષધ તરીકે પણ થતો હતો. લાંબા મરી તેજ હોવાના કારણે ઉપચાર દરમિયાન તેની પસંદી કરવામાં આવતી, આમ છતાં બંને પ્રકારના મરીનો ઉપયોગ થતો હતો.
કબજીયાત, અતિસાર, કાનના દુખાવા, શરીરના કોઈપણ ભાગના સડામા, હૃદયની બિમારીમાં, સારણગાંઠમાં, અવાજના ઘોઘરાપણા, અપચા, જંતુઓના ડંખ, અનિદ્રા, સાંધાના દુખાવા, યકૃતની સમસ્યા, ફેફસાની બિમારીઓ, મોઢામાં પરું ભરાવવા, સૂર્યથી ચામડીને દાહ, દાંતના સડા અથવા દાંતના દુખાવા જેવા રોગોનો ઉપચાર કાળા મરી (અને કદાચ લાંબા મરી) કરે છે એવું માનવામાં આવતું.[૨૮] 5મી સદી પછીના અનેક સ્ત્રોતોમાં મરીમાંથી બનેલા મલમ કે પોટીસ સીધું જ આંખ પર લગાડવાની ભલામણ કરવામાં આવી છે. જોકે હાલમાં એવા કોઈ જ પુરાવા નથી સાંપડ્યા કે આ પ્રકારની સારવારથી કોઈ લાભ થાય છે; પ્રત્યક્ષ રીતે આંખમાં મરી નાખવામાં આવે તો તે ઘણું અસુરક્ષિત અને શક્યત: નુકસાનકારક છે.[૨૯] આમ, પરંપરાગત ભારતીય ઔષધિઓમાં તેમજ ગળામાં દુખાવો, રક્તાવરોધ, કફ જેવા રોગોમાં ઘરધથ્થુ ઉપચાર તરીકે મોટા પાયે કાળા મરી, અથવા પાઉડર કે તેના ઉકાળોનો ઉપયોગ કરવામાં આવતો.
મરીથી છિંકો આવે તે જાણીતું છે. કેટલાક સ્ત્રોતો એવું કહે છે કે કાળા મરીમાં રહેલું પિપરિન, નસકોરાંમાં બળતરા ઊભી કરે છે, જેના કારણે છીંકો આવે છે;[૩૦] આ સવાલનો જવાબ શોધવા માટે બહુ થોડા કે કોઈજ ચોક્કસ મર્યાદિત અભ્યાસ કરવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, પિપરિન સિલેલિયમ, વિટામીન બી અને બીટા-કેરોટિન અને ક્યુરસુમિન સહતિના બીજા પોષક દ્રવ્યોના શોષણમાં નાટ્યાત્મક વૃદ્ધિ લાવી શકે છે.[૩૧]
બૌદ્ધ ગ્રંથ સમંફલા સૂતના પાંચમાં પ્રકરણમાં મરીનો દવા તરીકે ઉપયોગ જોવા મળે છે. બૌદ્ધ ભિક્ષુ જે થોડી ઔષધીઓને સાથે લઈ શકે છે તેમાં મરી પણ સામેલ છે. [૩૨]
મરીમાં બહુ થોડા પ્રમાણમાં સેફરોલ હોય છે, જે કેન્સર પેદા કરતું હળવું ઘટક છે.[૩૧] આંતરડામાં બળતરાં પેદા કરતું હોવાથી, અલ્સર (ચાંદા) અને પેટની શસ્ત્ર ક્રિયા કરાવનારા દર્દીઓના ખોરાકમાંથી તેને (મરી)ને દૂર કરવામાં આવે છે,[૩૩] આ આહારને સૌમ્ય આહાર કહેવામાં આવે છે. જોકે ખાસ કરીને મરચાંની સરખામણીમાં, કાળા મરીના એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો[૩૪] અને કેન્સર વિરોધી અસરો હોવાનું જાણવા મળ્યું છે.[૩૫]
કાળા મરીમાં રહેલું પિપરિન એ ગરમી પેદા કરનાર તત્વ તરીકે વર્તે છે. તે ચરબીમાં ગરમી પેદા કરે છે અને શરીરમાં [૩૬] ચયાપચય ઊર્જાની વૃદ્ધિ કરે છે અને મગજમાં બીટા-એન્ડોર્ફિન અને સેરટોનિનની વૃદ્ધિ કરે છે.
કાળા મરીમાં રહેલા પિપરિન સહિતના બીજા ઘટકો પાંડુરોગની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.[૩૭] જોકે, જ્યારે પારજાંબલી તરંગોની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઘટક પર પ્રકાશની અસરના કારણે તે લથડિયા ખાવા લાગે છે.[૩૮]
મરી તેની મસાલેદાર તીખાશ મોટે ભાગે “પિપરિન” ઘટકમાંથી મેળવે છે, જે ફળની બહારની તરફ અને બીજ બંનેમાં મળે છે. વજન પ્રમાણે લગભગ એક ટકો શુદ્ધ “પિપરિન”, ચીલી પેપરમાં રહેલા “કેપ્સેઈસિન” જેટલું જ તીખું હોય છે. કાળા મરી પર રહેવા દેવામાં આવતું ફળનું બાહ્ય પડ ટ્રેપેન્સ, પીનાઈન, સબાઈન, લિમોન્ન, કેરીઓફાઈલ સહિતના તૈલ્ય પદાર્થો ધરાવે છે, જે સુગંધ પ્રદાન કરે છે. ઉપરંત, લીનલો હોય છે, જે નારંગી રંગનું, લાકડા અને પુષ્પ જેવા લક્ષ્ણો પ્રદાન કરે છે. આ સુગંધી દ્રવ્યો મોટે ભાગે સફેદ મરીમાં નથી હોતા, જેને ફળના પડમાંથી બહાર કાઢવામાં આવે છે. લાંબા સમય સુધી આથી રાખવાથી સફેદ મરીમાં અલગ પ્રકારની વાસ (ફૂગ સહિતના લક્ષ્ણો) આવી શકે છે.[૩૯]
બાષ્પીભવન દ્વારા મરી લહેજત અને સુવાસ ગુમાવે છે, તેથી હવાચુસ્ત (પાત્રમાં) સંગ્રહ કરી મરીની મૂળ તીખાશને લાંબો સમય સુધી જાળવી શકાય છે. જ્યારે પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે “પિપરિન” લગભગ સ્વાદવિહીન એવા “આઈસોચેવીસીન”માં પરિવર્તિત થઈ જાય છે, આથી પણ મરી લહેજત ગુમાવી શકે છે.[૩૯] એકવાર દળી લેવાયા બાદ, મરીની સુગંધ ઝડપથી ઉડી શકે છે; આ જ કારણસર મોટાભાગની વાનગીઓમાં આખા મરીના દાણાને વાપરવાના સમયે તાજા જ વાટી લેવા ભલામણ થાય છે. આ માટે હાથમાં પકડી શકાય તેવા મરીના સંચા, જે યાંત્રિકપણે મરીના આખા દાણાને દળે કે વાટે છે, તેનો ઉપયોગ થાય છે, ક્યારેક મરી છાંટવાની ડબ્બીઓ, પહેલાથી વાટી રખાયેલા મરીને છાંટવાના સાધનને બદલે હાથમાં પકડાતા મરીના સંચા વપરાય છે. છેક 14મી સદીના યુરોપમાં મરીને વાટવાની ઘંટી જેવી તેજાનો દળવાની ઘંટી યુરોપના રસોડાઓમાં પ્રચલિત હતી., પરંતુ પહેલાના સમયમાં મરી વાટવા માટે વપરાતા ખાંડણી અને દસ્તો સૈકાઓ બાદ પણ એટલી જ પ્રચલિત પદ્ધતિ છે.[૪૦]
મરીના દાણા, નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ, 2002ની તેજાનોઓની કુલ આયાતના 20 ટકા ભાગના હિસાબે, વિશ્વમાં સૌથી વધુ વેપાર પામતો તેજાનો છે. મરીની કિંમત અસ્થિર હોઈ શકે છે, જેના કારણે દર વર્ષે તેની મોટી અસર વર્તાઈ જાય છે; દાખલા તરીકે, 1998માં તમામ તેજાનોઓની આયાતમાં મરીનો હિસ્સો 39 ટકા જેટલો હતો.[૪૧] વજન પ્રમાણે, સમગ્ર વિશ્વમાં ચિલી પેપરનો મરીના દાણાના કરતાં સહેજ વધારે વેપાર થાય છે. આંતર રાષ્ટ્રીય પેપર(મરી) એક્સચેન્જ એ ભારતના કોચીમાં આવેલું છે.
વિએતનામ એ મરીનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકર્તા દેશ છે, 2008ની સ્થિતી પ્રમાણે તે વિશ્વના કુલ પાઇપર નિગ્રામ ના 34% પાકનું ઉત્પાદન કરે છે. અન્ય મોટા ઉત્પાદકોમાં ભારત (19%), બ્રાઝિલ (13%), ઈન્ડોનેશિયા (9%), મલેશિયા (8%), શ્રીલંકા (6%), ચીન (6%) અને થાઈલેન્ડ (4%) છે. 2003માં મરીનું વૈશ્વિક ઉત્પાદન ટોચની સપાટીએ પહોંચ્યું હતું, જે વધતું રહ્યું હતું, 355,000 t (391,000 short tons) જોકે ટૂંક સમયમાં જ નબળી પાક વ્યવસ્થા, રોગ અને હવામાન જેવી અનેક મુશ્કેલીઓને કારણે 2008 સુધીમાં 271,000 t (299,000 short tons) તેનું ઉત્પાદન નીચું થવા લાગ્યું હતું. કોઈ પણ ઉત્પાદનનો ઘરેલું ઉપયોગ ન કરવાથી નિકાસ બજાર પર વિએતનામનું વર્ચસ્વ છે; તેમ છતાં 2007માં આગળના વર્ષ કરતાં પાક લગભગ 10% ઓછો થયો, લગભગ 90,000 t (99,000 short tons). 2007માં અન્ય મરી ઉત્પાદક દેશોમાં પણ આવું જ ઉત્પાદન થયું.[૪૨]
|accessdate=
(મદદ) |accessdate=, |date=
(મદદ) |accessdate=
(મદદ) |accessdate=, |date=
(મદદ) |author૨=
ignored (મદદ); Check date values in: |year=
(મદદ) |accessdate=, |date=
(મદદ); |access-date=
requires |url=
(મદદ) |accessdate=, |date=
(મદદ) |year=
(મદદ). ફુલ ટેક્સ્ટ એટ બ્લેકવેલ વેબસાઇટ; ખરીદી અનિવાર્ય. "ભોજનમાં અનિવાર્ય તત્વો તરીકે અથવા ખોરાકમાં લહેજત ઉમારવા માટે તેજાનોનો ઉપયોગ થાતો હોય છે, કે જેમાં તેના અપૂરતા પ્રમાણમાં તેમની એન્ટીમાઇક્રોબિઅલ ધરાવે છે. |accessdate=, |date=
(મદદ) |accessdate=, |date=
(મદદ) |oclc=
value (મદદ). Check date values in: |year=
(મદદ) "મિલ". |accessdate=, |date=
(મદદ) |year=
(મદદ)
|year=
(મદદ)
|year=
(મદદ)
|year=
(મદદ)
|year=
(મદદ)
આઈએસબીન (ISBN) 9789057024535
કાળા મરી અથવા મરી (પાઇપર નિગ્રામ ) એ પાઇપેરેસેઈ પ્રજાતિનો બારમાસી વેલો છે, જે તેના ફળ માટે ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે તેને સૂકવીને તેજાનો કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ફળને સૂકવવામાં આવે છે ત્યારે તે મરીના દાણા તરીકે ઓળખાય છે, જેનો વ્યાસ અંદાજે 5 millimetres (0.20 in) હોય છે, જ્યારે તે સંપૂર્ણ પરિપક્વ હોય છે ત્યારે ઘેરા રાતા અને તમામ ઠળિયાવાળા ફળોની જેમ તે એક જ બીજ ધરાવે છે. મરીના દાણાને ખાંડીને મરીનો પાવડર તૈયાર કરવામાં આવે છે. જેને સાદી ભાષામાં મરી અથવા વધુ સ્પષ્ટ ભાષામાં કાળા મરી, સફેદ મરી અથવા લીલા મરી તરીકે વર્ણવી શકાય. આ સાથે અસંગત અન્ય છોડના ફળો માટે પણ ગુલાબી મરીના દાણા ઓ, લાલ મરી (બેલ અથવા મરચાંમાં )અને લીલા મરી (બેલ અથવા મરચાંમાં) જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. સિચુઆન મરીના દાણાએ અન્ય એક મરી છે કે જે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કાળા મરીથી જુદા પડે છે. જોકે, લીલા મરીના દાણાએ કાળા મરીના દાણાનું અપરિપક્વ સ્વરૂપ છે.
કાળા મરીનો ઉદ્દભવ મૂળ ભારતમાં થયો છે, ભારત ઉપરાંત ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તેનું મોટાપાયા પર વાવેતર થાય છે.પ્રાચીન સમયથી તેના સ્વાદ માટે અને ઔષધ એમ બંને હેતુથી મરીનો ઉપયોગ થતો આવ્યો છે. યુરોપિયન રસોઈમાં ઉમેરાતા તેજાનોઓમાં મરી અને તેના જેવા અન્ય પદાર્થો સૌથી વધુ વપરાય છે. મરીની તીખાશ તેમાં રહેલા પાઇપરીન નામના રસાયણને કારણે હોય છે. ઔદ્યોગિક જગતમાં દરેક ડિનર ટેબલ પર મીઠાની સાથે તે જોવા મળે છે.
મૂળભૂત રીતે લાંબા મરી માટે વપરાતા સંસ્કૃત શબ્દ પિપ્પલિ પરથી લેટિન ભાષામાં પાઈપર તરીકે અને હવે પેપર તરીકે ઉતરી આવ્યો છે, રોમના લોકો દ્વારા પેપર (મરી) અને લોન્ગ પેપર(લાંબા મરી) એમ બંને માટે પાઈપર શબ્દ વપરાતો હતો. રોમન લોકોમાં એવી ખોટી માન્યતા હતી કે તે બંને તેજાનોના એક જ છોડમાંથી તૈયાર થાય છે. અંગ્રેજીમાં પેપર શબ્દ એ પ્રાચીન અંગ્રેજીના પિપોર માંથી ઉતરી આવ્યો છે. લેટિન શબ્દ એ જર્મન પફેફ્ફેર , ફ્રેન્ચ પોઇવરે , ડચ પેપર સહિતના અન્ય સ્વરૂપોનો પણ મુખ્ય સ્રોત છે. 16મી સદીમાં પેપર શબ્દોનો ઉપયોગ તેનાથી તદ્દન ભિન્ન એવા નવા વિશ્વનાના ચિલી પેપર માટે પણ થવા લાગ્યો. પેપર શબ્દ પ્રતિકાત્મક અર્થ તરીકે વપરાતો, છેક 1840ના દાયકા સુધી તેનો અર્થ અર્ક અથવા ઊર્જા કરવામાં આવતો, 20મી સદીમાં તેનું ટૂંકું સ્વરૂ)પેપ થયું હતું.