ફણસ એ એક વનસ્પતિ છે. તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દેખાવમાં લીલુંછમ હોવાથી ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. ચારથી છ ઇંચના લંબગોળ પાનવાળાં ઘેરા લીલા રંગનાં વૃક્ષો ઘટાદાર હોય છે. અપરિપકવ (કાચું) ફણસ અણગમતી વાસ ધરાવતું હોય છે. પરિપકવ (પાકકું) ફણસમાં અસંખ્ય પીળા રંગનાં બીજ મોટા કદનાં હોય છે. અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે, જે દક્ષિણ ગુજરાતમાં 'ચાંપા' તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાં બીજનું શાક પણ દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત અને કોંકણ જેવા દરિયાકિનારાના પ્રદેશમાં તેમાંથી અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે કાચા ફણસનું શાક, પાકાં ફણસનો હલવો, પૂરણપોળી, અથાણાં, સૂકવેલાં ચીરીયાં (ચીપ્સ) વગેરે[૬]. ફણસના અનેક પ્રકાર થાય છે. વૃક્ષ પર થતું એ સૌથી મોટું ફળ હોય છે. તેનાં ૩ ફૂટ લાંબા અને ૨૦ ઇંચના મોટા ફળ પણ જોવા મળે છે. મૂળ વિષુવવૃત્તીય જંગલોનું આ ફળ હવે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક દેશમાં એનાં જુદાં જુદાં નામો હોય છે. કેટલાક દેશોમાં તેનાં બીજને શેકીને ખવાય છે. અને ફળોનું શાક બનાવી ખવાય છે[૭].
|accessdate=
(મદદ) |accessdate=
(મદદ) |accessdate=, |year=
(મદદ) |accessdate=
(મદદ) |accessdate=, |date=
(મદદ) ફણસ એ એક વનસ્પતિ છે. તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દેખાવમાં લીલુંછમ હોવાથી ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. ચારથી છ ઇંચના લંબગોળ પાનવાળાં ઘેરા લીલા રંગનાં વૃક્ષો ઘટાદાર હોય છે. અપરિપકવ (કાચું) ફણસ અણગમતી વાસ ધરાવતું હોય છે. પરિપકવ (પાકકું) ફણસમાં અસંખ્ય પીળા રંગનાં બીજ મોટા કદનાં હોય છે. અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે, જે દક્ષિણ ગુજરાતમાં 'ચાંપા' તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાં બીજનું શાક પણ દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત અને કોંકણ જેવા દરિયાકિનારાના પ્રદેશમાં તેમાંથી અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે કાચા ફણસનું શાક, પાકાં ફણસનો હલવો, પૂરણપોળી, અથાણાં, સૂકવેલાં ચીરીયાં (ચીપ્સ) વગેરે. ફણસના અનેક પ્રકાર થાય છે. વૃક્ષ પર થતું એ સૌથી મોટું ફળ હોય છે. તેનાં ૩ ફૂટ લાંબા અને ૨૦ ઇંચના મોટા ફળ પણ જોવા મળે છે. મૂળ વિષુવવૃત્તીય જંગલોનું આ ફળ હવે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક દેશમાં એનાં જુદાં જુદાં નામો હોય છે. કેટલાક દેશોમાં તેનાં બીજને શેકીને ખવાય છે. અને ફળોનું શાક બનાવી ખવાય છે.
ફણસ