વાલ એ એક કઠોળ છે. ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉતતું આ એક મુખ્ય કઠોળ છે. આફ્રિકા, ભારત, બાંગ્લાદેશ અને ઈંડોનેશિયામાં આની ખેતી કરવામાં આવે છે. આ કઠોળ પશ્ચિમમાં બહુ પ્રચલિત નથી. આ કઠોળમાં પોષક સ્તર્ સુદારવાની, ખોરાક સુરક્ષા વધારવાની અને ગ્રામીણ વિકાસ અને જમીન સંવર્ધનની શક્યતાઓ રહેલી છે.[૨] આનું શાસ્ત્રીય નામ "લૅબ્લાબ -પરપ્યુરીયસ" છે. આ સિવાય તેને હ્યાસીન્થ બીજ, ઈંડિયન બીન, લેકેવાન્સ નામે પણ ઓળખાય છે
હ્યાસીન્થ વાલ વેલા પર ઉગે છે. તેના ફૂલ હાંબલી રંગના હોય છે. તેની શિંગ ચળકતા જાંબલી રંગની હોય છે. ખેતરની વાડ પર ઉગાડવામાટૅ આ સારીએ વનસ્પતિ છે. તે ઝડપથી ઉગે છે અને તેના ફૂલો સારી સુગંધ ધરાવે છે. આના ફૂલો પતંગિયા અને હમીંગ બર્ડને આકર્ષે છે. સાથે તે ખાઈ શકાય તેવા પાન, ફૂલ, શિંગ અને મૂળ પેદા કરે છે. આના સૂકા દાણામાં સ્યાનોજેનીક ગ્લુકોસાઈડનું પમાણ અધિક હોવાથી તે ઝેરી હોઈ શકે છે. લાંબા સમય સુધી રાંધ્યા પછી તે ઝેર ઉતરી જાય છે, ત્યાર બાદ જ તે ખાવા જોઈએ.[૩]
વિશ્વમાં વાલને મોટે ભાગે ચારા તરીકે ઉતાડવામાં આવે છે [૪] તેને સુશોભન વૃક્ષતરીકે પણ ઉગાડાય છે.[૫] આ સિવાય તેનો છોડ વૈદકીય અને ઝેરી છોડ તરીકે પણ વર્ણવાય છે [૬][૭]
મહારાષ્ટ્રમાં વાલમાંથી એક મસાલેદાર શાક બનાવવામાં આવે છે જેને "વાલાચે બીરડે"(वालाचे बीरडे) કહે છે અને તેને શ્રાવન માસમાં ખવાય છે.
કર્ણાટકમાં વાલમાંથી અવારેકાલુ સારુ નામનું શાક, અવારેકાલુ ઉસલી નામનું કચુંબર બને છે. તે સિવાય અવારેકાલુ ઉપીટ નામની ઉપમા બનાવાય છે. તે સિવાય તેને અક્કી રોટીમાં સ્વાદમાટે ઉમેરાય છે. અમુક સમયે બહારની છાલ કાઢી નાખીને અંદરના નરમ ગરમાંથી વાનગીઓ બને છે. આવી છાક કાઢેલી વાલને ત્યાં હિટાકુબેલે અવારેકાલુ કહે છે. જેનો અર્થ છે ચીપટી કાઢેલા વાલ.
તેલંગાણામાં વાલની સિંગને જીણી સમારીને શાક બનાવાય છે અને ત્ને પોંગલ નામના ઉત્સવમાં ખવાય છે. આ શાકને બાજરીના રોટલા સાથે ખવાય છે. સદીઓથી આ એક લોકપ્રીય વાનગી છે.
વિયેટનામમાં વાલમાંથી "ચે દૌ વાન" નામની એક વાનગી બને છે
કેન્યામાં કીકુયુ નામને જાતિના લોકોમાં વાલ ઘણી પ્રિય છે. તેઓ આને ધાવન વધારનાર માને છે અને સ્તનપાન કરાવનાર સ્ત્રીઓને ખાસ ખવડાવવામાં આવે છે. તેઓ વાલના દાણાને બાફી તેને પાકેલા કેળા સાથે મસળીને ખાવા અપાય છે જેથી આ વાનગી ગળી હોય છે.
આના પાન પાલક જેમ ખવાય છે પણ તેને બાફીને તેનું પાણી ફેંકી દેવાય છે.[૮]
ગુજરાતીમાં વાલ વિશે આ જોડકણું પ્રસિધ છે:
વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ.
|accessdate=, |date=
(મદદ) |accessdate=
(મદદ) વાલ એ એક કઠોળ છે. ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉતતું આ એક મુખ્ય કઠોળ છે. આફ્રિકા, ભારત, બાંગ્લાદેશ અને ઈંડોનેશિયામાં આની ખેતી કરવામાં આવે છે. આ કઠોળ પશ્ચિમમાં બહુ પ્રચલિત નથી. આ કઠોળમાં પોષક સ્તર્ સુદારવાની, ખોરાક સુરક્ષા વધારવાની અને ગ્રામીણ વિકાસ અને જમીન સંવર્ધનની શક્યતાઓ રહેલી છે. આનું શાસ્ત્રીય નામ "લૅબ્લાબ -પરપ્યુરીયસ" છે. આ સિવાય તેને હ્યાસીન્થ બીજ, ઈંડિયન બીન, લેકેવાન્સ નામે પણ ઓળખાય છે