ચણોઠી અથવા રત્તી (Coral Bead) વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો કા આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ એના બીજના રંગમાં ભેદ જોવા મળે છે. અર્થાત સફેદ ચણોઠીમાં સફેદ તથા લાલ ચણોઠીમાં લાલ બીજ નિકળે છે. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીનાં મૂળ ભ્રમવશ જેઠીમધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતાં હોય છે.
પાશ્ચાત્ય મતાનુસાર ચણોઠીનાં ફળોનું સેવન કરવાથી કોઈ હાનિ થતી નથી, પરંતુ ક્ષત પર લગાવવાથી વિધિવત કાર્ય કરતી હોય છે. સુશ્રુતના મત અનુસાર ચણોઠીની મૂળ ગણના છે કે ચણોઠીને આંખમાં નાખવાથી આંખોમાં જલન અને પાંપણોમાં સૂજન થઇ જતી હોય છે.
ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી, વીર્યવર્ધક (ધાતુને વધારનારી), બળવર્ધક (તાકાતને વધારનારી), તાવ (જ્વર), વાત, પિત્ત, મુખ શોષ, શ્વાસ, તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ (કરમિયાં), કુષ્ટ (કોઢ) રોગને નષ્ટ કરનારી તથા વાળને માટે લાભકારી હોય છે. ચણોઠી અત્યંત મધૂર, પુષ્ટિકારક, ભારે, કડવી, વાતનાશક બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોઠીનાં બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે.